Kerala Ayyappa Swamy : સુરતમાં અયપ્પા સ્વામીનો ભવ્ય વરઘોડો, કેરળથી આવ્યાં તૈયબ કલાકાર - તૈયબ કલાકાર
Published : Jan 8, 2024, 12:52 PM IST
સુરત : માંગરોળ તાલુકાના કોસંબા ગામ ખાતે કેરળ હિન્દુ સમાજ દ્વારા અયપ્પા સ્વામીની પૂજા કરવામાં આવી હતી. આ તકે યોજાયેલ ભવ્ય વરઘોડામાં કેરળથી ખાસ તૈયબ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો તૈયબના આશીર્વાદ લેવા માટે બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
અયપ્પા સ્વામીનો ભવ્ય વરઘોડો : ગુજરાતનો સુરત જિલ્લો મીની ભારત તરીકે ઓળખાય છે. સુરત જિલ્લામાં દેશભરમાંથી વિવિધ સમાજ અને ધર્મના લોકો વસવાટ કરે છે. માંગરોળ તાલુકાના કોસંબા ગામે છેલ્લા ઘણા વર્ષોથી વસવાટ કરતા કેરળ હિન્દુ સમાજ દ્વારા અયપ્પા સ્વામીની પૂજા કરવામાં આવી હતી. તે અંતર્ગત અયપ્પા સ્વામીનો હાથી પર વરઘોડો કાઢી કોસંબા નગરમાં ફેરવવામાં આવ્યો હતો. આ વરઘોડામાં તૈયબથી ખાસ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. કોસંબા, કીમ અને કઠોદરા સહિતના વિસ્તારના બહોળી સંખ્યામાં લોકો તૈયબના આશીર્વાદ લેવા માટે ઉમટી પડ્યા હતા. કોસંબા ખાતે વસવાટ કરતા હિન્દુ કેરળ સમાજ દ્વારા છેલ્લા 26 વર્ષથી વરઘોડો કાઢવામાં આવે છે.