Mahisagar News: લુણાવાડામાં અયોધ્યા રામ મંદિર જતી 108 ફિટ લાંબી અગરબત્તીની શોભાયાત્રા નીકળી - મહીસાગર
Published : Jan 2, 2024, 3:25 PM IST
મહીસાગરઃ અયોધ્યાના રામ મંદિરે કુલ 108 ફિટ લાંબી અગરબત્તી બાય રોડ મોકલવામાં આવી રહી છે. આ અગરબત્તી લુણાવાડામાં પહોંચતા જ ભકતોએ ઢોલ, નગારા અને ડીજેના તાલે તેનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. આ અગરબત્તીના દર્શન કરવા હજારોની સંખ્યામાં ભકતો રોડ પર ઉતરી આવ્યા હતા. એક પ્રકારની શોભાયાત્રા જ નીકળી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. માર્ગ પર અબાલવૃદ્ધ, મહિલા, પુરુષ એમ અનેક રામ ભક્તો એકત્ર થઈ જતા આખું વાતાવરણ રામમય બની ગયું હતું. ભકતોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. જ્યારે ભકતોએ રામધૂન શરુ કરી ત્યારે સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું. આ શોભાયાત્રાને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ટ્રાફિક જામને પોલીસે ક્લીયર કરાવ્યો હતો.