ગુજરાત

gujarat

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન પેટ કમિન્સનો વર્લ્ડ કપ જીતવાનો દાવો

ETV Bharat / videos

વર્લ્ડ કપ 2023: 'ઓસ્ટ્રેલિયા છઠ્ઠો વિશ્વકપ જીતવા તૈયાર', અમદાવાદમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન પેટ કમિન્સનો દાવો - ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ

By ETV Bharat Gujarati Team

Published : Nov 18, 2023, 11:57 AM IST

અમદાવાદ: આવતીકાલે 19 નવેમ્બર રવિવારે, દુનિયાભરની ભારત અને ખાસ કરીને અમદાવાદ પર રહેશે કારણ કે, ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ભારતે પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જોકે, આવતીકાલે રમાનારી મેચને લઈને બંને ટીમમાં જબરદસ્ત ઉત્સુકતા છે ત્યારે ઓસ્ટ્રેલિય ક્રિકેટ ટીમના કેપ્ટન પેટ કમિન્સે અમદાવાદમાં આવતીકાલની મેચને લઈને એક પત્રકાર પરિષજ સંબોધી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, આવતી કાલે અમે હકારાત્મક વલણથી મેદાન ઉતરીશું. અમે પાંચ વાર વિશ્વ ચેમ્પિયન બન્યા છે.  અમે મોટા સ્ટેડિયમમાં અને બહોળી સંખ્યામાં પ્રેક્ષકો સામે રમ્યા છીએ એટલા મોટા આવતીકાલની ઓડિયન્સ સામે દબાણ નહી અનુભવીએ. આ ઉપરાંત કમિન્સે વિરાટ અને રોહિતની પ્રશંસા કરતા કહ્યું કે તે સારા બેટ્સમેન છે. કમિન્સે ઉમેર્યુ હતું કે, અમે ભારતને અગાઉ ૨૦૦૭ની ફાઈનલમાં હરવી છે.  અમદાવાદની પીચ પર શરૂઆતની ૨૫ ઓવર બોલ સ્વિંગ થાય છે. અમદાવાદમાં ડ્યુની અસર બીજી ઈનિંગ પર થાય છે. પહેલી બેટિંગ ફાયદાકારક રહે છે. ભારતના પાંચેય બોલર તેમના કોટની ૧૦ ઓવર્સ અસરકારક નાખે છે. મિડલમાં ભારતના સ્પિનર કુલદીપ અને જાડેજા સારી સ્પિન બોલિંગ નાખી પ્રતિ સ્પર્ધી ટીમને રન પર નિયંત્રણ રાખે છે. 

  1. વર્લ્ડ કપ ફાઇનલ પહેલા સખત મહેનત કરતા જોવા મળ્યા ભારતીય ખેલાડીઓ, જુઓ વીડિયો
  2. વર્લ્ડ કપ મહામુકાબલો ખેલવા ઓસ્ટ્રેલિયાની ટીમ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચી, જૂઓ વીડિયો

ABOUT THE AUTHOR

...view details