મતદાન દિવસે ભાજપે છત્રી રાખી મતદાતારો રીઝવવાનો કર્યો પ્રયાસ - polling day
પોરબંદરમાં નવયુગ મતદાન મથક(Navayug Polling Station in Porbandar) નજીકના વિસ્તારમાં મિડલ સ્કૂલ પાસે ભાજપ છત્રી રાખી મતદાન દિવસે ભાજપે છત્રી રાખી મતદાતાઓ રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. પોલીસ જાણ થતા તાત્કાલીક છત્રી દૂર કરવામાં આવી હતી. પોરબંદર કોગ્રેસ દ્વારા ચૂંટણી શાખા કરી ફરિયાદ પોલીસને જાણ કરતા છત્રી દૂર કરવામાં આવી હતી. પોરબંદરમાં વિધાનસભા (Porbandar assembly seat) મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે પોરબંદરના નવયુગ સ્કૂલ ખાતે(Navayug School Porbandar) મતદાન મથક ના 200 મીટરની આસપાસ ભાજપ દ્વારા છત્રી રાખી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરતા કોંગ્રેસ દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાય છે ચૂંટણી વિભાગ દ્વારા આ અંગે આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા આ પ્રકારે આચારસંહિતા ભંગ કરવામાં આવ્યો છે. જે અંગે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST