સાબરકાંઠામાં 40,000થી વધારે નવા મતદારો નોંધાયા - New voters in Sabarkantha
સાબરકાંઠા વિધાનસભાના પાંચ વર્ષ પૂર્ણ થવાની સાથે સાથે મતદાર સુધારણા (Assembly Elections in Sabarkantha) અભિયાન પણ હાલના તબક્કે પૂર્ણ થવા પામી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા, ઇડર, હિંમતનગર, સહિત પ્રાંતિજ વિધાનસભા બેઠક ઉપર 40,000થી વધારે નવા મતદારો નોંધાયા છે. જે પોતાના મતાધિકારનો પ્રથમવાર ઉપયોગ કરશે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા 11મી સપ્ટેમ્બર સુધીમાં 24,460 જેટલા નવા મતદારો (New voters in Sabarkantha) નોંધાયા છે. સાથોસાથ 13,77 જેટલા મતદારોનું ફોર્મ સુધારણા (Sabarkantha voters form) સહિત સ્થળ સુધારા કરાયા છે. તેમજ 5500 જેટલા મતદારોના નામ કમી કરાયા છે. જોકે હજુ આગામી 30 સપ્ટેમ્બર સુધી વિવિધ ફોર્મમાં આવેલા નામોનું વર્ગીકરણ કરાયા બાદ ચાર વિધાનસભાઓમાં ચોક્કસ મતદારોનો આંકડો બહાર પડશે. હાલના તબક્કે વાત કરવામાં આવે તો અંદાજે 40,000થી વધારે મતદારો સાબરકાંઠા જિલ્લાને ચાર વિધાનસભામાં નોંધાયા છે. જે આ વખતે પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર છે. (Sabarkantha Voter Reform Campaign)
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST