ગુજરાત

gujarat

પોરબંદર ભાજપમાં વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામોમાં જીતનો માહોલ છવાયો, ફટાકડા ફોડી વિજ્યોત્સવ ઊજવ્યો

ETV Bharat / videos

પોરબંદર ભાજપમાં વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામોમાં જીતનો માહોલ છવાયો, ફટાકડા ફોડી વિજ્યોત્સવ ઊજવ્યો - ભાજપ નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 7:31 PM IST

પોરબંદર :દેશના ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામોને લઇ ભાજપ સરકાર રચાવા જઇ રહી છે ત્યારે આજના પરિણામોને લઇને દેશભરમાં ભાજપ નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ બન્યો છે. પોરબંદર ભાજપ દ્વારા પણ આનંદની અભિવ્યક્તિ કરતાં ઉજવણી કરવામાં આવી છે. પોરબંદર ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી વિજ્યોત્સવ ઊજવ્યો છે. દેશના ચાર રાજ્યોનું ચૂંટણી પરિણામ સામે આવ્યું છે ત્યારે ભાજપ દ્વારા મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત હાંસલ કરવામાં આવી છે. આ જીતની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશભરમાં ભાજપના કાર્યકરો આગેવાનો કરી રહ્યા છે. ત્યારે પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે પણ ભાજપ કાર્યકરો અને આગેવાનોએ ફટાકડા ફોડી ત્રણ રાજ્યોમાં વિજેતા થવાની ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ભાજપના આગેવાન તથા પોરબંદરના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાએ જણાવ્યું હતું કે આજે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા છે જેમાં ત્રણ રાજ્યોમાં રાજસ્થાનમાં 115 સીટ મધ્યપ્રદેશમાં 160 સીટ તથા છત્તીસગઢમાં 54 સીટ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. જે બતાવે છે કે વડાપ્રધાન મોદીનું નેતૃત્વ સક્ષમ છે અને જે રાજ્યમાં ભાજપની સરકાર છે તે રાજ્યનો વિકાસ થયો છે. આજે ફરીથી આ ચૂંટણીના પરિણામો લોકોનો વિશ્વાસ વ્યક્ત કરે છે.

ABOUT THE AUTHOR

...view details