એક બેઠક પર 11 દાવેદારોએ બતાવી ચૂંટણી લડવા તૈયારી માહોલ શાંતિપૂર્ણ - Sense process in Vadodara
વડોદરા ડભોઇ અને વાઘોડિયા વિધાનસભા (assembly candidates in Vadodara) બેઠક માટે ભાજપે ઉમેદવાર પસંદગી કરવાની પ્રક્રિયા કાર્યકરો અને હોદ્દેદારોના સેન્સ લઈ હાથ ધરવામાં આવી હતી. વરણામાં ખાતેના ત્રિમંદિરમા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે કામગીરી માટે નિરીક્ષક તરીકે સાંસદ પ્રભુ વસાવા, પૂર્વ મંત્રી ચીમન સાપરિયા અને મહિલા (Gujarat Assembly Elections) મોરચાના ડો. તૃપ્તિ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પરથી ચૂંટણી લડવા 11 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવી ચૂંટણી લડવા પક્ષની ટિકિટ માંગી હતી. નિરીક્ષકોએ આ વિધાનસભામાં કાર્યરત 140 ઉપરાંત કાર્યકરો (Sense process in Vadodara) અને પદાધિકારીઓના મંતવ્યો લીધાં હતાં. નિરીક્ષક તરીકે આવેલા નિરીક્ષકોએ સાંભળ્યાં હતાં અને તમામ પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.(bjp sens processin Dabhoi)
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST