કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં ગયેલા કોટવાલનો હુંકાર - ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક
ખેડબ્રહ્મા(સાબરકાંઠા):ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Elections 2022) નજીક આવી રહી છે. અશ્વિન કોટવાલે ખેડબ્રહ્મા વિધાનસભા(KhedBrahma Legislative Assembly) માટે ઉમેદવારી નોંધાવી હતી. હજારો લોકોની જંગી રેલી બાદ સેવા સદન ખાતે અગાઉના તમામ રેકોર્ડ બ્રેક થાય તેવી લીડથી જીતનો દાવો કર્યો હતો. ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલી છે. કોંગ્રેસમાં સતત ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય (MLA for three terms) રહેલા અશ્વિન કોટવાલે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. ભાજપે ખેડબ્રહ્માથી ટિકિટ આપતાં તેઓએ ઉમેદવારી નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેડબ્રહ્મામાં છેલ્લા ત્રણ ટર્મથી હું વિજેતા રહ્યો છું અને છેવાડાના મતદાર તેમજ ગામડાં સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. આ વખતે ભાજપ સરકારનો હિસ્સો બનવા જઈ રહ્યો છું ત્યારે મારા વિસ્તારના બાકી રહેલા પાણી,રોડ-રસ્તા જેવા કામોને પ્રાથમિકતા આપીશ અને સ્થાનિક મતદારોના અભૂતપૂર્વ સહયોગના પગલે રેકોર્ડબ્રેક મતોથી જીતીશ તે નક્કી છે.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST