ગુજરાત

gujarat

ETV Bharat / videos

પ્રધાન ત્રિવેદીની તિરંગાયાત્રામાં કેજરીવાલનું ભાષણ - Minister Rajendra Trivedi Tiranga Yatra

By

Published : Aug 15, 2022, 7:01 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

વડોદરા સમગ્ર દેશમાં 15મી ઓગસ્ટની સાથોસાથ આઝાદી કા અમૃત મહોત્સવની Azadi Ka Amrit Mahotsav Vadodara રાષ્ટ્રભક્તિ સાથે ઉજવણી રહી છે. દરેક મહાનગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. પરંતુ વડોદરા શહેરમાં રાજ્યના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયેલી તિરંગા યાત્રા Triranga Yatra in Vadodara શરૂ થાય એ પહેલા જ ડીજે પરથી અરવિંદ કેજરીવાલની સભાનો ઓડિયો પ્લે થઈ ગયો હતો. જેના કારણે સમગ્ર યાત્રામાં થોડા સમય માટે ચહલપહલ મચી ગઈ હતી. રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા દરમિયાન અરવિંદ કેજરીવાલનું ભાષણ Arvind Kejriwal Audio play પ્લે થઈ ગયું હતું. તિરંગા યાત્રા દરમિયાન ડીજેમાં અચાનક અરવિંદ કેજરીવાલનું ભાષણ ભુલથી પ્લે થયું ગયું. દેશના 75માં આઝાદી અમૃત મહોત્સવને દરેક દેશવાસી રંગેચંગે મનાવી રહ્યો છે તેમાં પણ હર ઘર તિરંગા અભિયાને દેશભક્તિની ભાવના લોકોમાં પ્રગટ કરી છે. જેના ભાગરૂપે આજે શહેરમાં તિરંગા યાત્રાનું વડોદરામાં આયોજન કરાયું હતું જેમાં ગુજરાતના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ખાસ હાજર રહ્યા હતા. આ યાત્રા દરમિયાન ડીજેમાં અચાનક જ અરવિંદ કેજરીવાલનું ભાષણ ચાલું થઈ ગયું હતું. યાત્રા શરૂ થાય એ પહેલા જ નેતાઓ ભોઠા પડ્યા હતા. આ તિરંગા યાત્રામાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ અને મેયર કેયુર રોકડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. તિરંગા યાત્રામાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સહિતના ભાજપના નેતાઓ હાથમાં તિરંગા લઇ ઉભા રહ્યા હતા. ત્યારે આ દરમિયાન ડિજેના લાઉડ સ્પીકરમાં અચાનક અરવિંદ કેજરીવાલનું ભાષણ પ્લે થઈ ગયું હતું. ડીજેના લાઉડ સ્પીકર પર ભૂલથી ભુલથી કેજરીવાલનું ભાષણ પ્લે થતાં યાત્રામાં હલચલ મચી જવા પામી હતી. પછી ડીજે સિસ્ટમ તાત્કાલિક બંધ કરાવાઇ હતી. ત્યારે આ ઘટનાનો વીડિયા હાલ સામે આવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details