Arrest of Chain Snatcher : ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મુકેલી ચેઇન છોડાવવા મહિલાનો અછોડો તોડ્યો, સીસીટીવીએ પકડાવ્યો - Arrest of Chain Snatcher
વડોદરામાં બે દિવસ પહેલાં સવારે પુત્રીને સ્કૂલેથી લઇને ઘરે જતી મહિલાના ગળામાંથી પોણા બે તોલાનો અછોડો (Crime in Vadodara)તોડીને આરોપીઓ ફરાર થઇ ગયા હતાં. જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચે (Vadodara Crime Branch) શરૂ કરી હતી આજે ક્રાઇમ બ્રાન્ચે અછોડાતોડ યુવકને (Vadodara Crime Branch arrested a youth) ઝડપી પાડ્યો છે. અછોડાતોડે કેફિયત રજૂ કરી કે મુથૂટ ફાઇનાન્સમાં પોતાની ગીરવે મુકેલી ચેનને છોડાવવા રૂપિયાની જરૂર હોવાથી તેણે અછોડો તોડ્યો હતો. વડસર જી.આઇ.ડી.સી.રોડ પર રહેતાં મહિલાના ગળામાંથી CCTV Of Chain Snatching વડોદરામાં ક્રાઈમ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ચેઇન સ્નેચિંગના સીસીટીવી (CCTV Of Chain Snatching )મળતાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અછોડાતોડ કમલેશ અરવિંદભાઇ પરમાર (ઉં. 35) (રહે. અક્ષર રેસીડેન્સી, વડસર રોડ) ની ધરપકડ કરી ( Arrest of Chain Snatcher ) વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ ધો. 10 સુધી અભ્યાસ કર્યો છે. આરોપીની સોનાની ચેઇન મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મુકેલી છે. તેને છોડાવવા માટે રૂપિયાની જરૂરીયાત હોવાથી તેણે આ કામ કર્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST