ગુજરાત

gujarat

ETV Bharat / videos

વિપુલ ચૌધરીએ અર્બુદા સેના સંગઠનની જાહેરાત કરી, એકતા દર્શાવવા રેલી પણ યોજાઇ - વિપુલ ચૌધરીએ અર્બુદા સેના સંગઠનની જાહેરાત કરી

By

Published : Aug 29, 2022, 8:24 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

સાબરકાંઠાના હિંમતનગર ખાતે 28 ઓગસ્ટે અર્બુદા સેનાનું (Arbuda Sena in Sabarkantha )જિલ્લા સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. સમાજની એકતા દર્શાવવા રેલી પણ યોજાઇ હતી. જેમાં સાબરકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે શૈલેષ પટેલ તેમજ અરવલ્લી જિલ્લા પ્રમુખ તરીકે મનીષ પટેલની વરણી કરવામાં આવી હતી. આ તકે અર્બુદા સેનાના સ્થાપક વિપુલ ચૌધરીએ (Vipul Chaudhri )સમાજને એકતાની હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો અર્બુદા સેનાને વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022 )સુધી ચાલનારી કમિટી માને છે ત્યારે ચૂંટણી એ આજીવન ચાલનારી પ્રક્રિયા છે તેમ ભૂલી જાય છે. અર્બુદા સેનાના સંગઠનની જાહેરાતની સાથોસાથ ગુજરાતના 18000 ગામડાઓ પૈકી 1000 ગામડાઓમાં ચૌધરી સમાજના લોકો વસવાટ કરે છે તેમને સંગઠિત કરવાની વાત કરી અન્ય સમાજ માટે પ્રેરણા રૂપ બની શકે તેવું નિવેદન આપતા વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે અર્બુદા સેનાનો ઉદ્દેશ તમામ ક્ષેત્રોમાં નૈતિક રીતે આગળ વધવાની સાથોસાથ ઉધ્વગામી દિશામાં પ્રગતિ થાય તે છે અને તે જ રહેશે.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details