ગુજરાત

gujarat

ETV Bharat / videos

મારી નહીં તો કોઈની નહીં કહી ડેસરમાં પૂર્વ પ્રેમીએ પ્રેમિકાને છરો ભોંકી દીધો - વડોદરા ડેસર પોલીસ

By

Published : May 23, 2022, 3:26 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

વડોદરા ડેસરના નહારા ગામમાં પૂર્વ પ્રેમી દ્વારા પ્રેમીકાને છરો મારી હત્યાનો પ્રયાસ (EX boyfriend attacked)કરવામાં આવ્યો છે. ડેસર પોલીસ મથકમાં નોંધાયેલ( Vadodara Dassar Police)ફરિયાદ અનુસાર પલ્લવી (બદલેલું નામ)ના લગ્ન 20 દિવસ પહેલા એક યુવક સાથે થયા હતા. લગ્ન પહેલા પલ્લવીને ગામના જ શક્તિસિંહ પરમાર નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પલ્લવી કૌટુંબિક કાકાના ત્યાં લગ્નમાં ગઇ હતી. જ્યાં પૂર્વ પ્રેમી શક્તિસિંહ (boyfriend attacked in Vadodara)આવ્યો હતો અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જો કે લગ્ન પ્રસંગ હોવાથી પલ્લવીએ આ ધમકી અંગે કોઇને જાણ કરી ન હતી. લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ રાત્રે નવ વાગ્યે પલ્લવી તેની દાદી પાસે બેઠી હતી. શક્તિસિંહ હાથમાં છરો લઇને આવ્યો અને પલ્લવીને ઉભી કરી બાથમાં ભીડી કહ્યું હતું કે તું મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો તું તને કોઇની નહીં થવા દઉ આજે તો હું તને પતાવી દઉશ આ બોલતાની સાથે જ 19 વર્ષના પૂર્વ પ્રેમી શક્તિસિંહે પલ્લવીના પીઠમાં છરો ભોંકી દીધો હતો. જેથી પલ્લવી લોહી લુહાણ થઇ ગઇ હતી. લોહીથી લથબથ પલ્લવીને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details