વડાલીયા સિંહણ ગામના ખેડૂતોનું લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવી ફરાર થયેલ વેપારી ઝડપાયો - Vadaliya shihan
દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના જુદાજુદા ગામડાઓમાંથી મગફળી અને ચણાના પાકની ખરીદી કર્યા બાદ આહિર સિંહણ ગામના વેપારી પૈસા ચૂકવ્યા વગર ફરાર થઈ જતા સંસનાટી મચી જવા પામી હતી, ખંભાળિયા તાલુકાના જુદાજુદા ગામડાઓના ખેડૂતો પાસેથી મગફળી ચણા સહિતની જણસીની ખરીદી કરી થોડા દિવસ માં રૂપિયા આપી દેવાનો વાયદો કરી અલગ અલગ ગામના ખેડૂતોના કુલ 89 લાખની છેતરપિંડી આચરી નાસી ગયેલ વેપારી પોલીસના હાથે ઝડપાયો. ડી વાય એસ પી હાર્દિક પ્રજાપતિ ના ના જણાવ્યા મુજબ આરોપીએ સૌપ્રથમ ખેડૂતો પાસેથી ચણા અને મગફળી ની ખરીદી કરી સમયસર પૈસા ચૂકવી આપેલા હતા ત્યારબાદ તારીખ ૧/૧૨ થી ૨૫/૧૨ સુધી માલની ખરીદી કરી અને પૈસા ન ચૂકવી અને પોતાનો ફોન બંધ કરી ફરાર થઈ ગયેલો હતો.પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશાઓમાં શોધખોળ શરૂ કરી હતી જેમાં આરોપી ઝડપાયેલ હતો ત્યારબાદ તેને કોર્ટમાં હાજર કરી પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરેલા હતા.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST
TAGGED:
Vadaliya shihan