ગુજરાત

gujarat

Unseasonal Rains : અમરેલીમાં ધોધમાર વરસાદ વરસતા ઘીયળ નદીમાં ઘોડાપૂર, ટ્રક ફસાયો

ETV Bharat / videos

Unseasonal Rains : અમરેલીમાં ધોધમાર વરસાદ વરસતા ઘીયળ નદીમાં ઘોડાપૂર, ટ્રક ફસાયો - અમરેલીમાં નદીમાં ટ્રક ફસાયો

By

Published : May 1, 2023, 7:55 PM IST

અમરેલી : કમોસમી વરસાદના કારણે અમરેલીના બાબરીયાધારની ઘીયળ નદીમાં ઘોડાપૂર આવતા ટ્રક ફસાયો હતો. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહીના લઇને રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદ પડ્યો છે. આ કમોસમી વરસાદ પડતા ખેડૂતોને કાળી થપાટ પડી છે. ત્યારે અમરેલી જિલ્લામાં સતત પાંચ દિવસથી વરસાદી માહોલ છવાયો હતો. જેમાં અમરેલી સહિત રાજુલા, બાબરીયાધાર પંથકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદ પડતા સમઢીયાળા, ખોડી, રૂગનાથપુર સહિતમાં ખેડૂતોના ખેતરો પાણીથી ભરાયા ગયા હતા. તો રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ડુંગર, બાબરીયાધાર, ડોલીયા, ખેરાળી, બર્બટાણા છાપરી, અમૂલી, ખારી સહિત મોટાભાગના ગામડામાં મુશળધાર મેઘ સવારીથી અફરાતફરી સર્જાઇ હતી. ત્યારે બાબરીયાધારની ઘીયળ નદીમાં ઘોડાપૂર આવતા એક ટ્રક ફસાઈ ગયો હતો. જે ટ્રક તણાઇ આવતા GRD જવાનોએ રેસ્ક્યુ કરીને પાંચ લોકોનો જીવ બચાવ્યો છે.  

ABOUT THE AUTHOR

...view details