ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમરેલી SOGએ દરોડા પાડી એક શખ્સને 32 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો - Bhokarva village of Savarkundla

By

Published : May 23, 2022, 12:52 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

અમરેલી જિલ્લામાં નશીલા પદાર્થોના સેવન અને (Cannabis seized from Amreli)વેચાણ સામે પોલીસે લાલ આંખ કરીને સાવરકુંડલામાં ભોંકરવા ગામે અમરેલી SOGએ (Amreli SOG)દરોડો પાડીને 32 કિલો ઉપરાંતનો ગાંજા સાથે એક શખ્સને પકડી પાડ્યો હતો. અમરેલી SOGને મળેલ બાતમીને આધારે સાવરકુંડલાના ભોંકરવા ગામમાં સીમાડે ગોરી ટોપરા સીમમાં રેઇડ કરીને કાના નથુ શેંડાને 32 કિલો જેટલા ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. ગાંજો ક્યાંથી લાવ્યો અને કોને વેચાણ કર્યું કેટલા ટાઇમથી આ નશીલા ગાંજાનું વેચાણ કરતો હતો તે અંગે પોલીસે સધન પૂછપરછ શરૂ કરી છે. ગત રાત્રે અમરેલી SOG ભોંકરવા ત્રાટકી હતી. કાના શેંડાને પકડીને ખાતરના બાચકામાં રાખેલ ગાંજો જેની કિંમત 3 લાખ 38000ની હોયને ગાંજો જોખવા માટે કાંટો પણ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details