Amreli News : દુધાળા ગામે ઉદ્યોગપતિ સવજી ધોળકિયાને ત્યાં મુખ્યપ્રધાન અને રાજ્યપાલનું આગમન - Bhupendra Patel at Businessman Savji Dholakia
અમરેલી : લાઠીના દુધાળા ગામ નજીક પદ્મશ્રી સવજી ધોળકિયા દ્વારા ધી યુનાઈટેડ નેશન્સ 2023 વોટર કોન્ફ્રરન્સ લેકના લોકાર્પણ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. ઉદ્યોગપતિ સવજી ધોળકિયા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જળસંચયની કામગીરી કરવામાં આવી છે. લાઠી આસપાસ તેમના દ્વારા અનેક સરોવરનું નિર્માણ કર્યું છે. આજે ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યપ્રધાને જળસંચયની કામગીરી નિહાળી હતી.
60 ગામોના પાણી પ્રશ્ન માટે કામ : સવજી ધોળકિયા દ્વારા માત્ર નહીં પરંતુ જિલ્લાના અન્ય 60 ગામોમાં પણ તેમના દ્વારા જળસંચયની કામગીરી કરવામાં આવી છે. દુધાળા ગામ આસપાસના લોકોને પણ પાણી માટે અછત ન પડે તે માટે સવજી ધોળકિયા દ્વારા અનેક તળાવો બનાવવામાં આવ્યા છે. તેમજ વૃક્ષો ઉછેર કરવામાં આવી રહ્યા છે. જેમનું કહેવું છે કે હાલ આમ તો અમારું ઇન્વેસ્ટમેન્ટ છે. જે કાલે સવારે આવનારી પેઢી માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.
પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત :દુધાળા ગામ નજીક એક વર્ષ પહેલા પદ્મશ્રી સવજી ધોળકિયા દ્વારા 'ધી યુનાઈટેડ નેશન્સ 2023 વોટર કોન્ફ્રરન્સ લેક'નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી તેમજ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત 25 મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ લેકનું લોકાર્પણ આજે રાજ્યપાલ અને મુખ્યપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું.