કોંગ્રેસના ગઢમાં વિશ્વાસ ઉભો કરવા અમિત શાહનો હુંકાર - ઉનાઈ અમિત શાહ
નવસારી ભાજપ દ્વારા કોંગ્રેસના ગઢમાં ગઈકાલે ઉનાઈ ખાતેથી (Amit Shah visit Gujarat) ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા સાથે જ ગુજરાત ગૌરવ યાત્રાનો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે વિધાનસભા ચૂંટણી પૂર્વે દક્ષિણ ગુજરાતની આદિવાસી બેઠકો સાથે 14 જિલ્લાની 27 બેઠકો પર આદિવાસીઓને પ્રભાવિત કરી વિકાસની વાતો સાથે ભાજપ આદિવાસી (Unai Amit Shah) ગૌરવ યાત્રા ઉમરગામથી અંબાજી સુધી ફરશે. સભામાં 50 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે 1995થી કોંગ્રેસ સત્તામાં ન હોય તો કઈ રીતે ગુજરાત રાજ્યમાં કામ બોલે છે તેઓ પ્રચાર કરી કટાક્ષ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ મફત વેક્સિન, અનાજ, ગેસ સહિતની મૂળભૂત સુવિધા આપી હોવાની વાત કરી હતી. આ વખતની વિધાનસભામાં વડાપ્રધાન મોદીના હાથ મજબૂત કરવાના અને ભુપેન્દ્ર પટેલની ફરીવાર CM બનાવવાના કાર્યકરોને સંકલ્પ લેવડાવ્યા હતા. સાથે ઉનાઈ ગામને ઉપહાર આપીને મંદિરનું નવનિર્માણ કરવાની વાત કરી હતી. ચૂંટણીને લઈને કાર્યકરો સાથે આદિવાસી સમાજમાં વિશ્વાસ ઉભો કરવા માટે અમિત શાહે ઉનાઈ માંથી હૂંકાર ભર્યો હતો.(Gujarat Gaurav Yatra in Unai)
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST