ગુજરાત

gujarat

ETV Bharat / videos

દેશી છોરો ને ફોરેનની લાડીઃ અમેરિકાની ડૉક્ટરે હિન્દુવિધિ અનુસાર ફેરા ફર્યા - Francesca of America marries Vikas of Tehri

By

Published : Nov 24, 2022, 9:53 AM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

સાત સમુંદર પાર કરીને આવેલી એક અમેરિકન ડૉક્ટરને ભારતીય સંસ્કૃતિ એટલી ગમી ગઈ કે તેણે ઉત્તરાખંડના એક યુવકને પોતાનો જીવનસાથી બનાવ્યો. અમેરિકન (Foreign doctor liked Indian culture) યુવતી ફ્રેન્ચસ્કાએ ટિહરીના ચંબા બ્લોકના અરકોટના રહેવાસી વિકાસ સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. જે બાદ બંને અમેરિકા પરત ફર્યા હતા. વિકાસ અમેરિકામાં હોટલ મેનેજરની પોસ્ટ પર છે. આ દરમિયાન વિકાસની મુલાકાત અમેરિકામાં મેડિસિનનો અભ્યાસ કરતી ફ્રેન્ચસ્કા (America Dr Frenchska) સાથે થઈ. બંને વચ્ચે મિત્રતા થઈ અને તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. આ પછી બંનેએ તારીખ 16 નવેમ્બરે ટિહરીમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ફ્રેન્ચસ્કા ઉત્તરાખંડી નાથુલી પહેરેલી કન્યાના રૂપમાં હતી. જ્યારે વિકાસે ઓફ-વ્હાઈટ શેરવાની પહેરી હતી. ફ્રેન્ચસ્કા તેના ભાઈ, બહેન અને મિત્રો સાથે ભારત પહોંચી હતી.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details