AMC ની આવકમાં વધારો, આગામી સમયમાં કોમર્શિયલ એકમોના બાકી ટેક્સ માટે નિર્ણય લેવાશે - આઝાદીનો અમૃત મહોત્સવ યોજના
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રેવન્યૂ કમિટીમાં 5 લાખથી વધુનો બાકી ટેક્સ હોય એવા કોમર્શિયલ એકમો માટે આગામી સમયમાં મહત્વનો નિર્ણય લેવામાં આવશે. અમદાવાદમાં કોમર્શિયલ એકમો માટે ટેક્સ માટે હાલ AMC ચોપડે 5.50 લાખ નોંધાયેલી કોમર્શિયલ મિલકતો છે. જે પૈકી અંદાજે 1500 જેવી મિલકતોમાં 5 લાખથી વધુનો ટેક્સ બાકી જોવા મળી રહ્યો છે. Amc તંત્રને ચાલુ નાણાકીય વર્ષમાં થઈ ટેક્સની તોતિંગ આવક થઈ છે. પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષે 14 સપ્ટેમ્બર સુધીમાં 130 કરોડની વધુ એએમસીની ટેક્સની આવક નોંધાઇ છે. જેમાં પ્રોપર્ટી, પ્રોફેશનલ અને વેહિકલ ટેક્સ 29 કરોડની આવક થઈ છે જેમાં 5 કરોડનું રીબેટ આપવામાં આવ્યું છે. આઝાદીનો અમૃત મહોત્સવ યોજના હેઠળ વ્યાજમાં 75 ટકા વ્યાજ માફીના નિયમ મુજબ શહેરના 22000 લોકોએ તેનો લાભ લીધો છે.Ahmedabad Municipal Corporation Revenue Committee , AMC Tax Income for Commercial Units in Ahmedabad, AMC Tax Rebate 2022 Azadi no Amrit Mahotsav Yojana ,Revenue Committee Meeting
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST