ગુજરાત

gujarat

By

Published : Sep 10, 2022, 3:31 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

ETV Bharat / videos

અંબાજી મંદિરનો ભંડારો છલકાયો, પાંચ દિવસમાં થઈ કરોડોની આવક

બનાસકાંઠા 51 શક્તિપીઠ પૈકીના એક અને જગવિખ્યાત એવા અંબાજી મહાકુંભ માં લાખો યાત્રિકોએ મા અંબેના ભંડારા અને દાનપેટીઓમાં મોટા પ્રમાણમાં દાન કરતા દાનપેટીઓ છલકાઈ જવા પામી છે. યાત્રાધામ અંબાજીમાં બે વર્ષ બાદ ભરાયેલા ભાદરવી પૂનમના મેળામાં લાખો પદયાત્રીઓ અંબાજી પહોંચી રહ્યા છે. ભક્તોએ મા અંબેનો ભંડાર પણ દાનની રકમથી ભરી દીધો છે. અંબાજી મંદિરના ભંડારામાં યાત્રિકો દ્વારા છુટા હાથે મુકવામાં આવેલ દાન દક્ષિણાની ગણતરી ચુસ્ત બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી છે. ભંડાર કક્ષમાં 16 જેટલા CCTV કેમેરાથી ભંડાર ગણતરી ઉપર નજર રાખવામાં ઈવી છે. આજે મેળાનો 5 દિવસે છે. આજે હાથ ધરાયેલી ભંડાર ગણતરીમાં ભક્તોએ છુટા હાથે રૂપિયા 24,48,360 ની થઈ છે. આમ ભાદરવી પૂનમ મેળા દરમિયાન રૂપિયા 1,09,026,805 ની થવા જાય છે જયારે હજી પૂનમની ગણતરી બાકી છે આજે હાથ ધરાયેલી ભંડાર ગણતરીમાં ભક્તોએ છુટા હાથે રૂપિયા 24,48,360ની આવક થઈ છે.Bhadravi Poonam, Ambaji temple donation, Ambaji Melo 2022
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details