શક્તિપીઠ અંબાજી બન્યું આકર્ષણનું કેન્દ્ર, જૂઓ અદ્ભૂત નજારો - ભાદરવીપૂનમનો મેળો
અંબાજી: શક્તિપીઠ અંબાજીમાં અંબાજી મંદિરને અદભુત લાઈટ ડેકોરેશનથી શણગારી અંબાજી મંદિર ટ્રસ્ટે ભાદરવીપૂનમ મેળાનું એક અનોખું આયોજન ઉભું કર્યું છે. હાલ અંબાજી મંદિર દિવાળી પર્વ ની જેમ લાઈટ ડેકોરેશનથી જળહળી રહ્યું છે, જે યાત્રિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જ્યાં અગાઉ કલકત્તાના કારીગરોને બોલાવાતા હતા,પરંતુ આ વખતે આપણા ગરવી ગુજરાતના જ કારીગરો દ્વારા અંબાજી મંદિરને વિભિન્ન પ્રકારની રંગબેરંગી લાઈટિંગથી શણગાર કરવામાં આવેલ છે. હાઇવેથી પસાર થતા જ અંબાજી મંદિરની લાઈટિંગ આકર્ષણનું કેન્દ્ર બનતા શ્રદ્ધાળુઓ મંદિરમાં આવે છે શ્રદ્ધાળુઓ લાઈટીંગ જોવાની સાથે માં અંબેના દર્શન નો લાભ પણ લે છે. અહીં પહોંચેલા ભક્તો જણાવી રહ્યા છે કે, અંબાજી મંદિરનું લાઈટ ડેકોરેશન એક ભક્તિમય વાતાવરણ ઉભું કરે છે એટલુંજ નહીં આ વખતે સૌપ્રથમ વખત મંદિર ને જોડતા અડધો કિલોમીટરના હાઇવે માર્ગ ઉપર લાઈટ ડેકોરેશનની ટનલ પણ બનાવામાં આવી છે, જે આ મેળાનું વિશેષ આકર્ષણ બનાવી રહ્યું છે.Ambaji Temple decorated with amazing light, Shaktipeeth Light decorations,Bhadravi poonam melo
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST