નવાવર્ષે અંબાજીની મંગળા આરતી, મંદિર જય અંબે જય અંબેના નાદથી ગુજ્યું - બનાસકાંઠા
નવા વર્ષની શરૂઆત આમ તો દરેક ગુજરાતી ભક્તિભાવ સાથે કરે છે. ગુજરાતના તમામ યાત્રાધામ અને મંદિરમાં નવા વર્ષે ભીડ જોવા મળે છે. લોકો પ્રભુના દર્શન કરીને નવા વર્ષ માટે પ્રાર્થના કરે છે. જેથી વ્યાપાર-ધંધા કે વ્યવસાયમાં સારી એવી પ્રગતિ થાય છે. નવાવર્ષે અંબાજીમાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા માટે આવ્યા હતા. એક પડતર દિવસ અને ગ્રહણને કારણે મંદિરના દૈનિક દર્શનમાં ફેરફાર થયો હતો. જોકે, નવા વર્ષે અનેક લોકોએ સવારમાં મંગળા આરતી કરીને ધન્યતાઓ અનુભવી હતી. નવા વર્ષના દિવસે અંબાજી મંદિર બોલ માડી અંબે...જય જય અંબેના નાદ તેમજ આધ્યાશક્તિની આરતીથી ગુંજી ઊઠ્યું હતું. વહેલી સવારે ફૂલગુલાબી ઠંડી વચ્ચે લોકો માતાના દર્શન કરવા માટે લાઈનમાં ઊભા રહી ગયા હતા. જોકે, સમગ્ર આરતી કરીને અનેક એવા લોકોએ ધન્યતા પ્રાપ્ત કરી હતી અને દર્શનનો લ્હાવો લીધો હતો.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST