આ રોબોટ જે પ્રવાસીઓ સાથે કરે છે કઈંક આવું, જુઓ વીડિયો
કોઈમ્બતુર એરપોર્ટનો એક (Coimbatore airport) વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક AI-આધારિત રોબોટ લોકોને માર્ગદર્શન આપી રહ્યો છે, જે એરપોર્ટની આસપાસ ફરે છે અને પ્રવાસીઓને માહિતી આપી, દિશા-નિર્દેશો સાથે મદદ કરી શકે છે અને તેમને એસ્કોર્ટ પણ કરી શકે છે. આ રોબોટ પાસેથી પ્રવાસીઓ ફ્લાઇટ સ્ટેટસ, પેસેન્જર સુવિધા સેવાઓ, દિશાનિર્દેશક સહાય, છૂટક (AI-enabled robots ) પ્રમોશન અને ફૂડ એન્ડ બેવરેજ (F&B) આઉટલેટ્સ વગેરે માહિતી મેળવી શકશે. જો આ રોબોટ પ્રશ્નોના જવાબ (AI enabled robots to greet passengers) આપવામાં અસમર્થ હશે, તો પ્રવાસીઓ તરત જ રોબોટ સ્ક્રીન પર વિડિયો કોલ દ્વારા એરપોર્ટ હેલ્પ ડેસ્ક સાથે જોડાઈ જશે. આ એક બહુરાષ્ટ્રીય રોબોટિક્સ કંપની 'TEMI' એ કોઈમ્બતુર એરપોર્ટ માટે કસ્ટમાઈઝ્ડ સોફ્ટવેર વિકસાવ્યું છે. આ રોબોટનો વીડિયો સોશિયલ મિડીયો પર વારયરલ થતા લોકો તેને ખૂબ લાઈક અને શેર કરી કહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST