ગુજરાત

gujarat

Ahmedabad Rathyatra 202

ETV Bharat / videos

Ahmedabad Rathyatra 2023: રથયાત્રાના પ્રસંગે શું બોલ્યા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ - Ahmedabad Rathyatra 2023

By

Published : Jun 20, 2023, 9:54 AM IST

અમદાવાદ:ભૂપેન્દ્ર પટેલ કહ્યું કે વિશ્વ પ્રખ્યાત રથયાત્રા ચાલી રહી છે. આજે ભગવાના પનહ નિકળ્યા છે નગર્ચર્ચાએ.. મારૂ પણ સદભાગ્ય છે મારી જાતને હું સદભાગી સમજું છે. ગુજરાત હર એકતા હમેંશા સુખ શાંંતિ અને સમુધ્ધી સાથે આગળ વધે એવું હું જગન્નાથને પ્રાથન કરું છે. કર્છી બંધૂઓને હું નવા વર્ષની શુભકામના પાઠવું છું. જય જગન્નાથ...... આ કહ્યા બાદ તેઓએ પોતાની વાતનો વિરામાં આપ્યો હતો.  પ્રથમ સેવક દ્વારા પહિંદવિધિઃ દર વર્ષે પરંપરા અનુસાર રાજ્યના મુખ્યપ્રધાન રથયાત્રામાં પહિંદવિધિ કરે છે. નગરયાત્રા પહેલા પહિંદવિધિ કરવામાં આવે છે. સોનાની સાવરણીથી પહિંદવિધિ કરવામાં આવે છે. રથનો માર્ગ સોનાની સાવરણીથી સાફ કરાઈ છે. મુખ્યપ્રધાન સૌ પ્રથમ દોરડું ખેેંચે છે એ પછી રથયાત્રા શરૂ થાય છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બીજી વખત પહિંદવિધિ કરી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. દર વર્ષે પરંપરા અનુસાર રાજ્યના મુખ્યપ્રધાન રથયાત્રામાં પહિંદવિધિ કરે છે. નગરયાત્રા પહેલા પહિંદવિધિ કરવામાં આવે છે. સોનાની સાવરણીથી પહિંદવિધિ કરવામાં આવે છે. રથનો માર્ગ સોનાની સાવરણીથી સાફ કરાઈ છે. મુખ્યપ્રધાન સૌ પ્રથમ દોરડું ખેેંચે છે એ પછી રથયાત્રા શરૂ થાય છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બીજી વખત પહિંદવિધિ કરી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.મોટી સંખ્યામાં ભાવિકોઃ વહેલી સવારથી જ ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં ભાવિકોએ સવારની મંગળાઆરતીમાં ભાગ લીધો હતો. સવારે 7.00 વાગ્યે રથ ધીમે ધીમે મંદિરની બહાર નીકળવાનું શરૂ થયું હતું. ચુસ્ત પોલીસ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રથયાત્રા શરૂ થઈ હતી. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ આ રથયાત્રામાં જોવા મળ્યો છે. ભગવાન જગન્નાથની રથયાત્રાને પગલે અમદાવાદ શહેર પોલીસની સાથોસાથ ગૃહ વિભાગ પણ સંકલનમાં જોડાયું છે. ગાંધીનગરમાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર થકી પણ રથયાત્રા પર બાજ નજર રાખવામાં આવશે. અમદાવાદમાં જગન્નાથ મંદિર ખાતે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી અને રથયાત્રાના રોડ ઉપર સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ નિરીક્ષણ કર્યું હતું.જગન્નાથને કળિયુગના ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન જગન્નાથ તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલારામ સાથે ઓરિસ્સાના જગન્નાથપુરીમાં રહે છે. અહીં ભગવાનની મૂર્તિને લઈને રહસ્ય એવું છે કે આજ સુધી કોઈને ખબર નથી પડી. દર 12 વર્ષે મહાપ્રભુની પ્રતિમાને બદલવામાં આવે છે, તે સમયે આખા પુરી શહેરમાં અંધકાર કરી નાખવામાં આવે છે. એટલે કે સમગ્ર શહેરની લાઇટ બંધ કરવામાં આવે છે. લાઇટ બંધ કર્યા પછી, સીઆરપીએફનું સૈન્ય મંદિર સંકુલની આસપાસ ઘેરાયેલું હોય છે. તે સમયે મંદિરમાં કોઈ પ્રવેશ કરી શકતું નથી. મંદિરની અંદર ગાઢ અંધકાર હોય છે પુજારીની આંખો પર પાટો હોય છે અને પુજારીના હાથમાં મોજા પહેરેલા હોય છે. તે જૂની મૂર્તિમાંથી “બ્રહ્મ પદાર્થ” ને નવી મૂર્તિમાં મૂકે છે આજ બ્રહ્મો પદાર્થ શું છે તે કોઈને ખબર નથી આજ સુધી કોઈએ તે જોયું નથી. હજારો વર્ષોથી તે એક મૂર્તિથી બીજી મૂર્તિમાં સ્થાનાંતરિત થયેલું છે. દર 12 વર્ષે આ આખી પ્રક્રિયા એક વાર બને છે તે સમયે સુરક્ષા ખૂબ જ હોય ​​છે. પરંતુ આજદિન સુધી કોઈ પુજારી મહાપ્રભુ જગન્નાથની પ્રતિમામાં શું છે તે કહી શક્યા નથી.

ABOUT THE AUTHOR

...view details