Ahmedabad Rathyatra 2023: 'ડાકોર વાલે આયે.....' ની ધૂન પર ઝૂમી ઉઠી ભજન મંડળી - bhajan group danced to the tune of Dakor Wale Aye
અમદાવાદ:રથયાત્રાના વિવિધ વિસ્તારમાં ભક્તો ભગવાનને આવકારવા આતુર જોવા મળી રહ્યા છે. વિવિધ માર્ગમાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળીઓ જોડાઈ હતી. રથયાત્રાના પાવન પર્વે જય રણછોડ માખણ ચોરના નાદથી અમદાવાદ ગૂંજી ઉઠ્યું છે. બલરામજી અને સુભદ્રા સાથે ભગવાનની રથયાત્રા નીકળી છે ત્યારે તેમા 101 ટ્રકમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખીનાં દર્શન થઇ રહ્યા છે.
ભજન મંડળીઓ ધૂમ મચાવી:રથયાત્રાના દિવસે વરસાદ થવો શુભ માનવામાં આવે છે. હાલ શહેરમાં જ્યારે ભગવાન નગરચર્યા પર નીકળ્યા છે ત્યારે તેમને વધાવવા માટે શહેરના અનેક વિસ્તારોમાં અમીછાટંણા પણ થયા છે. બીજી તરફ ભજન મંડળીઓ ધૂમ મચાવી રહી છે. ભજન મંડળીઓ 'ડાકોર વાલે આયે.....' ભજનના તાલે બરાબર ઝૂમ્યા હતા.
નવા રથની વિશેષતા: ભગવાન જગન્નાથના રથને 250 ઘન ફૂટ સવનના લાકડાથી બનાવાયો છે. ભગવાનનો રથ હાઇટેક રીતે તૈયાર કરવામાં આવ્યો છે. રથમાં આધુનિક સુરક્ષા માટેના સાધનો ફિટ કરવામાં આવ્યા છે. રથમાં 11 CCTV કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. જેમાંથી મુખ્ય કેમેરો નાઇટ વિઝન વાળો છે. કારણ કે, રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડશે.
પહિંદ વિધિ:રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી. આ વિધિ દર વર્ષે રાજ્યના મુખ્યપ્રધાન કરતા હોય છે. પહિંદ વિધિ એટલે નગરનો રાજા સામાન્ય વ્યક્તિના પહેરવેશ પહેરીને રથની આસપાસની જગ્યાને સોનાની સાવરણીથી સફાઇ કરે. રથ જે રસ્તા પરથી પસાર થવાનો છે તે રસ્તાને સોનાની સાવરણીથી શુદ્ધ કરવાની વિધિને પહિંદ વિધિ કહેવામાં આવે છે. પુરીમાં આ વિધિને છેરા પહેરા વિધિ તરીકે ઓળખવામાં આવે છે.
101 ટ્રકમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખીનાં દર્શન:રથયાત્રાના પાવન પર્વે જય રણછોડ માખણ ચોરના નાદથી અમદાવાદ ગૂંજી ઉઠ્યું છે. બલરામજી અને સુભદ્રા સાથે ભગવાનની રથયાત્રા નીકળી છે ત્યારે તેમા 101 ટ્રકમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખીનાં દર્શન થઇ રહ્યા છે.
રથયાત્રામાં આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સનો પહેલીવાર ઉપયોગ: ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાની તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. ત્યારે આ વખતે રથયાત્રામાં આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સનો પહેલીવાર ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર રથયાત્રાના રૂટનું 3D મેપિંગ કરવામાં આવ્યું છે. ત્યારે રથયાત્રામાં હવે વર્ચ્યુઅલ રિયાલિટી ડ્રોન મેપિંગથી વોચ રાખવામાં આવશે. આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સને કારણે નાનામાં નાની ગતિવિધિ પર પણ નજર રાખી શકાશે.