ગુજરાત

gujarat

Ahmedabad Rath Yatra 2023

ETV Bharat / videos

Ahmedabad Rath Yatra 2023: રથયાત્રાના ઈતિહાસમાં પ્રથમવાર મહિલા સશક્તિકરણની ઝાંખી કરાવતો પિંક ટ્રક જોવા મળ્યો - રથયાત્રા

By

Published : Jun 20, 2023, 3:06 PM IST

અમદાવાદ:આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા છે. ત્યારે ભગવાન જગન્નાથ આજે 72 વર્ષ બાદ નવા રથ પર બિરાજમાન થયા છે. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને ભગવાનના મોસાળ સરસપુરમાં આજે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે રથયાત્રાના ઇતિહાસમાં સૌપ્રથમવાર અમદાવાદ શહેર પોલીસ દ્વારા આગામી 146મી રથયાત્રા અનુસંધાને “સ્ત્રીસશક્તિકરણ ને કેન્દ્રસ્થાને રાખી કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓની ઝાંખી “પ્યાર બાટતે ચલો”રૂપે રથયાત્રામાં સામેલ થનાર ટ્રકમાં દર્શાવવામાં આવ્યો હતો.. “ પિંક ટ્રક” જેમાં તમામ યાત્રીઓ મહિલાઓ હશે. જેમની સુરક્ષામાં “SHE TEAM”અને“અભયમ”ની ટીમ રહેશે. જેના બંદોબસ્તની ફરજ તમામ અધિકારી કર્મચારી મહિલાઓ બજવશે. મહત્વનું છે કે ભગવાન જગન્નાથની રથયાત્રામાં 101 જેટલા ટ્રક જોડાતા હોય છે જેમાં અલગ અલગ પ્રકારની ઝાંખી દર્શાવવામાં આવતી હોય છે તેવામાં આ વખતે મહિલા પોલીસ માટે પિંક ટ્રક તૈયાર કરાયો છે. જે મહિલા સશક્તિકરણનો મેસેજ આપે છે. કોરોનાકાળ બાદ આ વખતે રથયાત્રામાં આટલી મોટી માત્રામાં ભાવિ ભક્તો જોવા મળી રહ્યાં છે.

  1. Jagannath Rath Yatra 2023: 10,800 ઘનફૂટ લાકડાનો ઉપયોગ કરી 58 દિવસ સુધીમાં તૈયાર થયા રથ
  2. Ahmedabad Rath Yatra 2023 : જગન્નાથ રથયાત્રામાં પહેલી વખત સ્વદેશી ડ્રોનનો ઉપયોગ, ભક્તો સલામતી માટે બાજ નજર

ABOUT THE AUTHOR

...view details