Ahmedabad Rath Yatra 2023 : દિલીપદાસ મહારાજનું અમદાવાદ કોર્પોરેશનમાં સ્વાગત, એકતા અને ભાઈચારાની પ્રતીક ભેટ અપાઇ - એકતા અને ભાઈચારાની પ્રતીક ભેટ
અમદાવાદ : આજે અષાઢી બીજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા રાજમાર્ગો પર નીકળી છે. ત્યારે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું અમદાવાદ કોર્પોરેશન સત્તાધીશો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ મેયર કિરીટ પરમાર દંડક કરણસિંહ રાજપુત વિપક્ષના નેતા શહેઝાદ પઠાણ પશ્ચિમ લોકસભાના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી સાહેબ ભાજપના કોર્પોરેટર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અને અધિકારીઓ દ્વારા મહંત દિલીપદાસજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના આશીર્વાદ મેળવ્યાં હતાં. વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ તેમજ લઘુમતી સમુદાયના શાંતિ કમિટી તાજીયા કમિટી તેમજ ઈદ મિલાદ કમિટી દ્વારા દિલીપદાસજી મહારાજને મોમેન્ટો આપીને એકતા અને ભાઈચારાનું પ્રતીક દર્શાવ્યું હતું.