ગુજરાત

gujarat

ETV Bharat / videos

પોલીસની વ્યાજખોર-ચાઇનીઝ દોરી સામે પોલીસની લાલ આંખ

By

Published : Jan 11, 2023, 12:58 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

રાજ્યભરમાં વ્યાજખોરો સામે ચાલેલી ડ્રાઇવ દરમિયાન અમદાવાદ પોલીસે (Ahmedabad Police) પણ અનેક ગુના નોંધ્યા છે. વ્યાજખોરો સામે લોકદરબાર યોજી પોલીસે વ્યાજખોરો સામે ફરિયાદો નોંધી છે. શહેરના સેટેલાઇટ, ઇસનપુર, ઓઢવ, ચાંદખેડા માં વ્યાજખોરો સામે ગુના નોંધાયા. જ્યારે આ ડ્રાઇવ દરમિયાન 53 નવી અરજીઓ આવી છે. ઓઢવમાં અધિકારીઓને મળ્યા વગર માત્ર ફોન પર રજુઆત કરાતા પોલીસે ગુનો (Ahmedabad Police) નોંધી ભોગ બનનાર ને સંતોષ અપાવ્યો છે. જોકે બીજી બાજુ હજુ એક પણ ગુનામાં આરોપીઓ ઝડપાયા નથી. અમદાવાદ પોલીસે અત્યારસુધીમાં કુલ 338 ફરિયાદો નોંધી છે. જેમાં 400 થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ પોલીસે હજારોની સંખ્યામાં રિલનો જથ્થો પણ કબ્જે કર્યો. ગઈકાલે શહેર પોલીસને 100 નંબર પર 309 જેટલી રજૂઆતો આવતા ગઈકાલે જ 29 ગુના નોંધી કાર્યવાહી કરી છે. અંગે શહેર પોલીસના કંટ્રોલરૂમ ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું (City Police Control Room DCP) હતું કે વ્યાસખોર સામે આગામી દિવસોમાં પણ કડક પગલાં ભરવામાં આવશે અને ચાઈનીઝ દોરી ની હેરાફેરી અથવા તો લે વેચ કરતા શકશો ને ઝડપીને તેઓની સામે વધુમાં વધુ ગુના શહેર પોલીસ દ્વારા દાખલ કરવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details