Navratri 2023: જીજ્ઞેશ કવિરાજના સૂર સાથે માણો નોરતાની રમઝટ, જુઓ વીડિયો - undefined
Published : Oct 17, 2023, 11:08 PM IST
અમદાવાદ:ગુજરાતમાં નવરાત્રિની રંગત જામી રહી છે. ત્યારે અમદાવાદમાં એસજી હાઇવે પર ગોતા વિસ્તારમાં મા શક્તિ સંધ્યા રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ગીતકાર જીજ્ઞેશ બારોટ નવરાત્રીના આ નવે નવ દિવસ પોતાના ગરબાના સૂર રેલાવશે. આ ગરબા સ્થળ પર મોટી સંખ્યામાં દૂર દૂરથી ખેલૈયાઓ જીજ્ઞેશ બારોટના ગીતોના તાલે ઝૂમવા ઉમટી પડ્યા હતા. ટ્રેડિશનલ ડ્રેસ સાથે ખેલૈયાઓએ અવનવા સ્ટેપ્સ સાથે રમઝટ બોલાવી હતી. ઉપરાંત જ્યારે ગૃહપ્રધાન દ્વારા પણ ગરબાનો સમય વધારવામાં આવ્યો છે. તે જોતા આવનારા દિવસોમાં ખૈલયાઓ નવરાત્રિમાં ચાર ચાંદ લગાવી દેશે. ગીતકાર જીજ્ઞેશ બારોટને જોવા માટે લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. તેમના ગીતો પર લોકો નાચી ઉઠતા હોય છે.
TAGGED:
jignesh