સ્ટેન્ડ અપ કોમેડિયન પ્રીતિ દાસ સાથે એક મઝાની મુલાકાતમાં મહિલાઓ માટે મહત્ત્વની બાબતો વિશે ચર્ચા - આર્ટ ફોર્મ
Published : Dec 25, 2023, 8:28 PM IST
અમદાવાદ : અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ 2023માં અનેક આર્ટ ફોર્મનો પરિચય અને પ્રોત્સાહનનો ઉદ્દેશ પણ છે. ત્યારે સ્ટેન્ડ અપ કોમેડિયન આર્ટિસ્ટ તરીકે ગજું કાઢનારાં પ્રીતિ દાસ સાથે એક મઝાની મુલાકાત કરવામાં આવી હતી. જાગતિક સંદેશની વાત વણી લઇને હાસ્ય રસ સાથે પનારો પાડનારાં આ આર્ટિસ્ટ પોતાની પ્રસ્તુતિઓમાં કઇ રીતે સફળ બન્યાં છે તેની ખુલ્લા મને વાતચીત કરી હતી. પ્રીતિ દાસ સાથેની વાતચીતમાં હાસ્ય રસમાં અશ્લીલતાનો મુદ્દો તેમ જ પુરુષપ્રધાન ક્ષેત્રમાં મેળવેલી સફળતા સહિત મહિલાઓ માટેની મહત્ત્વની બાબતો વિશે પણ ચર્ચા કરવામાં આવી છે. પ્રીતિ દાસ પંદર વર્ષ સુધી પત્રકાર પણ રહી ચૂક્યાં છે અને કળા સાથે નિસબતને લઇને તેમણે સ્ટેન્ડ અપ કોમેડીના આર્ટ ફોર્મમાં અલગ છાપ છોડી છે. જૂઓ આ વિડીયો મુલાકાત.