Ahmedabad Metro Train : બ્રીજ પર ટેસ્ટ ડ્રાઈવ કરવા નીકળેલી મેટ્રોનો અદભૂત નજારો - Metro Train Gandhibridge Drive
અમદાવાદ : એક તરફ વરસાદના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કેટલાક (Ahmedabad metro train) વોર્ડમાં પાણી ભરાવાની સમસ્યા છે. જ્યારે બીજી બાજુ અમદાવાદમાં મેટ્રો- ટ્રેન આજે સવારે ગાંધીબ્રીજની પાસે આવેલા મેટ્રો બ્રીજ પર ટેસ્ટ ડ્રાઈવ (Metro Train Gandhibridge Drive) કરતા જોવા મળી રહી હતી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં લાંબા સમયથી મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજે સવારે મેટ્રો- ટ્રેન ગાંધીબ્રીજની પાસે પસાર થતા અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. વહેલી સવારે બ્રીજ પર ટેસ્ટ ડ્રાઈવ કરવા નીકળી મેટ્રો ટ્રેનને લોકો જોઈ રહ્યા હતા, ત્યારે બીજી તરફ અમદાવાદમાં વરસાદના કારણે વાહન - વ્યવહારને ભારે હાલાકીનો (Operation of Metro Rail) સામનો કરવા પડ્તો છે. જે આગામી દિવસોમાં મેટ્રો ટ્રેન સમય મર્યાદિત ચાલુ થતા લોકોને રાહત મળી શકે તેવી આશા જોવાઈ રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST