Ahmedabad Crime : 17 લોકોના અપહરણ કેસમાં ભાજપના નેતાના નામ સામે આવ્યા ખળભળાટ - family Kidnapping in Shahibaug
અમદાવાદ : શહેરમાં બે દિવસ પહેલા શાહીબાગ સરકારી કચેરીમાંથી એક જ પરિવારના 17 લોકોના થયેલા અપહરણ મામલે મોટો ખુલાસો થયો છે. પરિવારનું અપહરણ કરનાર ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય અને અન્ય સદસ્યના પતિ હોવાનો ખુલાસો થયો છે. પરિવારનું અપહરણ કુલ 9 આરોપીએ ભેગા મળી કર્યું અને ફાર્મહાઉસમાં ગોંધી રાખ્યા હતા. જે બાબતે શાહીબાગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો : શહેરના હંસપુરા પાસે આવેલી જમીન દલાલી આપ્યા વિના જમીન માલિકે બારોબાર જમીનનો સોદો કરી દેતા એક જ પરિવારના 17 સભ્યોનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે અપહરણ ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય જનક ઠાકોર અને અન્ય સદસ્યના પતિ કુંદન ઠાકોરે કર્યુ હોવાનો ખુલાસો થયો છે.
આ પણ વાંચો :Rajkot Crime News : રાજકોટમાં વ્યાજખોરો બેફામ બન્યા, દેવાદારના પુત્રનું કર્યું અપહરણ
ઘરે જતા સમયે પરિવારનું અપહરણ : 13 તારીખે ફરિયાદી દિલીપ ઠાકોર અને તેના પરિવારના સભ્યો ગીરધરનગર ખાતે આવેલી સરકારી કચેરીએ ગયા હતા. જ્યાં જમીન વેચ્યાનુ કબુલાતનામુ આપીને પરત ઘરે જતા સમયે પરિવારના તમામ સભ્યોનું અપહરણ કરાયુ હતુ. સિંગરવા ખાતે ફાર્મ હાઉસમાં પરિવારના તમામ લોકોને ગોંધી રાખ્યા હતા. તેવી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :Jamnagar Crime : જામનગરમાં જમાઈએ સસરાનું અપહરણ કર્યું, કારણ છે કંઈક આવું...
પોલીસ એક્ય આરોપીઓને પકડી શકી નથી : પરિવારે નોંધાવેલી ફરિયાદના બે દિવસ બાદ પણ પોલીસ એકય આરોપીને પકડી શકી નથી. આ અંગે ઝોન 4 DCP ડૉ. કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, આરોપીઓ ફરાર છે અને જેની શોધખોળ શરૂ છે.
આ પહેલા અપહરણના કેસ :અગાઉના અપહરણની વાત કરીએ તો,થોડા દિવસ પહેલાજામનગરના ધ્રોલમાં જમાઇએ સસરાનું અપહરણ કર્યું હતું. ધ્રોલ પોલીસે જોકે તમામ અપહરણકર્તાઓને દબોચી લીધા હતા.. આરોપી જમાઇએ 8 લોકો સાથે મળી સસરાનું અપહરણ કેમ કર્યું હતું. આ ઉપરાંત ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરી વિરુદ્ધ મોટી ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. તે સમયે રાજકોટમાં વ્યાજખોરોના આતંકની મોટી ઘટના બનવા પામી હતી. રાજકોટના સંત કબીર રોડ પર દેવાદારના પુત્રનું અપહરણ કરી ગોંધી રાખી પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી.