ગુજરાત

gujarat

જામનગરમાં શિક્ષણસંઘના કાર્યક્રમમાં કૃષિમંત્રીનું નિવેદન

ETV Bharat / videos

બનવું હતું શિક્ષક પરંતુ રાજકારણના રવાડે ચડી ગયો, પછી કોઈ હાજરીનું પણ ન પુછે....

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2023, 6:50 AM IST

Updated : Nov 8, 2023, 7:12 AM IST

જામનગરમાં શિક્ષણસંઘના કાર્યક્રમમાં કૃષિમંત્રીનું નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે. અગાઉ રાઘવજી પટેલે જામનગરના હાપા માર્કેટયાર્ડમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે નિવેદન આપ્યું હતું કે, ‘હમાસ જે મિસાઈલ છોડે એ મિસાઈલ ઇઝરાયલ પાડી દે છે એમ મારી પર હુમલાઓ થાય છે તે હું પણ પાડી દઉં છું. ત્યારે શિક્ષક સંઘના કાર્યક્રમમાં ફરી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. મંત્રીએ ખુદનું દ્રષ્ટાંત આપતા ખુલાસો કર્યો કે, રાજકારણના રવાડે ચડી ગયો પછી PTC થયો, લૉ કર્યું સનદ મેળવી પણ એ બધું ખરું. પરંતુ નેતા બની ગયો એટલે કોઈ હાજરીનું ના પૂછે, પરીક્ષાનું કોઈ ના કહે. આવું તો ચાલે છે તમે પણ જાણો છો. રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ અવારનવાર પોતાના નિવેદનોથી ચર્ચામાં રહે છે. જામનગરમાં શિક્ષણ સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાઘવજી પટેલે નિખાલસ ભાવે શિક્ષણ જગત અને રાજકારણ વિશે વાત કરી હતી. ખાસ કરીને રાઘવજી પટેલે જણાવ્યું હતું કે તેઓ એક શિક્ષક બનવા માંગતા હતા, જોકે સંજોગો એવા ઊભા થયા કે તેમણે રાજકારણના પાટે ચડવું પડ્યું....

  1. Gir Somnath News : સોમનાથમાં રામ મંદિરમાં રામ નામ લેખન મહાયજ્ઞમાં શ્રદ્ધાળુઓ ઉત્સાહ સાથે જોડાયાં, સીએમ ભૂપેન્દ્ર પટેલે લખ્યું રામ નામ
  2. Rajasthan: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો આબાદ બચાવ, ડીડવાનામાં બીજેપીનો રથ ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાયો, રોડ શો રદ્દ
Last Updated : Nov 8, 2023, 7:12 AM IST

For All Latest Updates

TAGGED:

etv

ABOUT THE AUTHOR

...view details