LRD વેટિંગમાં મહિલાઓને કોઈ જવાબ નહીં, તાત્કાલિક પ્રશ્નોના નિવેડાની માંગ
ગાંધીનગર LRDમાં પણ મહિલા ઉમેદવારો આંદોલન (Agitation against state government ) કરી રહ્યા છે. LRD બાબતે મહિલા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2018 અને 2019ની LRDની ભરતી કરવામાં આવી હતી. આ ભરતીમાં બિનઅનામત વર્ગની મહિલાઓની 1578 જગ્યાઓની ફાળવણી થઈ હતી. જે અંતર્ગત 1193 મહિલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલવામાં આવ્યા હતા. 880 જેટલી મહિલાઓના ઓર્ડર આપવામાં આવ્યા (No Decision for LRD Waiting Women ) હતા. જ્યારે હજુ પણ 313 જેટલી મહિલાઓનો ઓર્ડર આપવામાં આવ્યા નથી. આ બધી પ્રક્રિયા હેઠળ એક ઓગસ્ટ 2008ના ઠરાવ અન્વયે થઈ હતી, પરંતુ આ પ્રક્રિયામાં બે સપ્ટેમ્બર 2020નો ઠરાવ લાગુ કરતા પ્રક્રિયાના મૂળ નિયમોનું પાલન કરવામાં આવતું ન હોવાનો આક્ષેપ પણ મહિલા ઉમેદવારોએ કર્યો છે. આ બાબતે છેલ્લા ચાર વર્ષથી રાજ્ય સરકાર વિરુદ્ધ આંદોલન (LRD Women Agitation to State Government ) કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેમ છતાં પણ કોઈ પણ નિર્ણય આવ્યો નથી. જો હજુ પણ નિર્ણય નહીં આવે તો અમે આત્મવિલોપન કરવા પણ તૈયાર હોવાની મહિલા બિનઅનામત વર્ગની મહિલાઓ (Unreserved women recruitment waiting) દ્વારા ચિમકી આપવામાં આવી છે. રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવે તે બાબતની માંગણી પણ મહિલા ઉમેદવારોએ કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST