બે દિવસ બાદ ફરી વરસાદી ઝાપટા, ખેડૂતો અને નવરાત્રીના ખૈલૈયાઓમાં ચિંતાના વાદળ - Farmers is on risk due to rain
નવસારી બે દિવસના વિરામ બાદ ફરી નવસારીમાં મેઘમહેર યથાવત શહેરમાં વરસાદી માહોલ (Rain in Navsri) જામતા ઠંડક પ્રસરી હતી. નવસારી શહેરમાં વહેલી સવારથી છુટા છવાયા વરસાદી ઝાપટા (two days rainy Atmosphere again in Navsari) પડવાની શરૂઆત થતાં શહેરમાં અનેક જગ્યાએ પાણીનો ભરાવો થયો હતો. સવારે વિદ્યાર્થીઓ તેમજ નોકરી અર્થે જતા લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. બીજી તરફ ધીમી ધારે વરસતા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બે દિવસ બાદ ફરી વરસાદે ધીમીધારે વરસતા ખેડૂતોમાં (Farmers is on risk due to rain) પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. વરસાદી માહોલ જામતા નવરાત્રી નજીક હોવાથી ખેલૈયાઓ તેમજ આયોજકોની ચિંતામાં (Navratri garba lovers in tension due to rain) વધારો થયો હતો.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST