ઉનાળામાં રેલવેમાં પ્રવાસની માંગ વધુ, ટ્રેનોમાં વધારાના કોચ જોડાયા - railways in summer
કોરોનાકાળમાં 22 માર્ચ 2022 થી ટ્રેનોનું સંચાલન (Train operation is regular )બંધ થયુ હતું. કોરોના બાદ ટ્રેનો દોડતા પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો છે. છેલ્લા 3-4 મહિનાથી ટ્રેનોનું સંચાલન રેગ્યુલર થયું છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વસવાટ કરે છે. જે ઉનાળામાં વેકેશન દરમિયાન પોતાના વતન જવાનું પસંદ કરે છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો હજારો કિ.મી.લાંબી અને સસ્તો પ્રવાસ કરવાનું ટ્રેનમાં(People traveling in railways) જ પસંદ કરતા હોય છે અમદાવાદથી જબલપુર, ગોરખપુર, દરભંગા, હાવડા, વારાસણી, આગ્રા, દિલ્હી, કાનપુર, કોલકાતા, હરિદ્વાર સહિતના વિસ્તારોમાં જતી ટ્રેનોમાં બુકિંગ માટે હાઉસફુલના (Rail transport)પાટિયા લાગ્યા છે. વેઇટિંગ લિસ્ટ લઘુતમ 100 અને મહતમ 255 સુધી જોવા મળી રહ્યું છે. તેમજ ગરમીની ઋતુમાં મોંઘુ ભાડું ખર્ચીને પણ મુસાફરો AC કોચમાં ફરવાનું પસંદ કરી રહ્યા છે. વર્તમાનમાં લોંગ ડિસ્ટન્સ ટ્રેનની માંગ વધુ છે. હવે ટ્રેનમાં બેડશીટ, પરદા ઓશીકા જેવી ચીજો પણ મળતી થઇ છે. આવી ટ્રેનોમાં 24 કોચ હોય છે. માંગના આધારે વધારાના કોચ પણ જોડવામાં આવે છે. ઉપરાંત જરૂર પડે એક્સ્ટ્રા ટ્રેન પણ મૂકવામાં આવે છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST