Kangana Ranaut: નર્મદામાં અભિનેત્રી કંગના રાણાવતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, મોટી સંખ્યામાં ચાહકો ઉમટ્યાં - Narmada
Published : Oct 17, 2023, 8:11 PM IST
નર્મદા: પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રી કંગના રાણાવતે આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા જોઈને મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. પ્રતિમાના પ્રદર્શની વિસ્તારની મુલાકાત લઈને સરદાર સાહેબે કરેલા સ્વતંત્રતા ચળવળ અને ભારતના એકત્રિકરણ માટેના પ્રયાસો વિશે પણ માહિતી મેળવી અને ઈતિહાસને પણ નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો હતો. અભિનેત્રી કંગના રાણાવતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉત્તમ જાળવણી, સ્વચ્છતા અને સુવિધાઓની પણ પ્રશંસા કરી હતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર મુલાકાત દરમ્યાન નાયબ કલેક્ટર અભિષેક સિન્હા સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યા બાદ અભિનેત્રી કંગના રાણાવતે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે લોખંડી પુરૂષ સરદાર પટેલની આ પ્રતિમા સમગ્ર દેશનું ગૌરવ છે અને મને ગર્વ છે કે આજે આ મહાન પ્રતિભાને સેલ્યુટ કરવાનો મને મોકો મળ્યો.
TAGGED:
Narmada