ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગુજરાત સહિત વિવિધ રાજ્યના વેપારીને ઠગતો આરોપી ઝડપાયો, હિસ્ટ્રીશીટર આરોપી કોણ છે જૂઓ

By

Published : Aug 26, 2022, 8:54 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે દેશ અનેક રાજ્યમાં વેપારીને LC લેટર ઓફ ક્રેડિટ આપવાના બહાને ઠગાઈ કરતો આરોપી દિલ્હીથી ઝડપી પાડ્યો છે. તપાસમાં આરોપી એક મોટો હિસ્ટ્રીસીટર હોવાનું પુરવાર થયું છે. આરોપી યશ અગ્રવાલ ઉર્ફે યોગેશ હોંગકોંગ સ્થિત બેંકમાં ઈન્ડિયાના એન્જટ તરીકે મોટા હોદ્દા પર ફરજ બજાવતો હોવાની ખોટી ઓળખ આપી વેપારીને વિશ્વાસ અને ભરોસો આપી ઠગાઈ કરતો હતો. તેણે ફરીશ્રી કંપનીના માલિક પુરૂષોતમ રાજનાથને કોલ કરીને પોતાનું નામ યશ અગ્રવાલ જણાવી કંપનીને LC (LETTER OF CREDIT) અપાવવાની વાત કરીને 9 લાખ રૂપિયા માર્જિન મની તરીકે ભરાવ્યાં હતાં પણ કોઈપણ પ્રકારનું LC નહોતું આપ્યું. આવી રીતે આ આરોપી ભારતના કોલકોતા, મુંબઈ, દિલ્હી, ગુજરાત તેમજ વિવિધ રાજ્યોમાં વેપારીને LC આપવાને બહાને ઠગાઈ કરતો હતો. વધુ એક વેપારીને ઠગવાનો પ્રયાસ કરતાં આરોપીએ કોઈ વેપારીને કોલ કર્યો ત્યારે તેનું લોકેશન પકડાયું હતું. તે શ્રીરામ કોલેજ નજીક ક્રોમા સેન્ટર પાસે લાલા લજપરાય રોડ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીને મુદ્દામાલ સાથે દિલ્હી ઝડપી પાડ્યો છે. આ આરોપી પાસેથી સાયબર ક્રાઈમે Vivoનાં 2 મોબાઈલ ફોન, DELLનું લેપટોપ અને બેન્કના અનેક એકાઉન્ટ સાથે પાસબુક પણ કબ્જે કરી છે. Accused cheated businessmen of various states Ahmedabad Cyber Crime Branch arrested History sheeter ,Letter of Credit Fraud , Farishree Company , Ahmedabad Cyber Crime Branch Operation
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details