ટ્રક અને બાઈક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, ગણદેવી પોલીસે ફરાર ટ્રકચાલકની શોધખોળ શરુ કરી - ગણદેવી પોલીસ
નવસારીમાં અકસ્માતમાં મોતનો બનાવ બન્યો હતો. સુરતના પરિવારને નવસારી નજીક ખારેલ ચોકડી પાસે ટ્રકે અડફેટે લેતા એકનું મોત ( Accidental Death in Navsari ) થયું હતું. દિવાળીનો માહોલ હોય લોકોને પોતાના ઓફિસ વર્ક અને વ્યાપાર ધંધામાં રજાઓ હોય લોકો પોતાના ઘરે વતનમાં દિવાળી નિમિત્તે ઉત્સાહભેર જતાં હોય છે. સુરતનો પરિવાર પોતાની બાઈક પર ચીખલી તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન હાઇવે પર ચાલતા હેવી ટ્રકે ખારેલ ચોકડી પાસે બાઈક સવાર પરિવારને અડફેટે ( Truck and bike accident ) લીધો હતો. ટક્કર લાગવાથી આ પરિવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત જોઈ તાત્કાલિક લોકોનું ટોળું ત્યાં ભેગું થઈ ગયું હતું. ત્યારે અકસ્માત કરનાર ટ્રકચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યાં ઉભેલા સ્થાનિકો દ્વારા ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ટ્રક અને બાઈક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું સમગ્ર ઘટનાની જાણ ગણદેવી પોલીસ ( Gandevi Police ) ને થતા ગણદેવી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST