ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું મોઢેરા સૂર્યમંદિર પર તિરંગાની થીમ જુઓ વીડિયો - indian flag photo

By

Published : Aug 14, 2022, 7:47 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

મોઢેરા/મહેસાણા સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. એવામાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ મહેસાણાના મોઢેરામાં Mehsana Modhera Sun Temple અદભૂત લાઈટિંગ જોવા મળ્યું છે. મોઢારાના સૂર્યમંદિર Azadi ka Amrit Mahotsav પર તિરંગાનું લાઈટિંગ જોવા મળ્યું છે. જ્યારે ધરોઈ ડેમને પણ લાઈટિંગથી Independence day Pre Celebration સુશોભિત કરવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લામાં હરઘર તિરંગા અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. નયનરમ્ય નજારો માણવા નાગરિકો ઉમટ્યા છે. ખાસ કરીને સાંજના સમયે આ મંદિરનો નજારો મંત્રમુગ્ધ કરી દે એવો લાગી રહ્યો છે. જિલ્લામાં વિવિધ નાની-મોટી સરકારી-બીન સરકારી ઇમારતો, રહેણાંક વિસ્તારો, જાહેર સ્થળોને ત્રિરંગી રાષ્ટ્રીય રોશનીથી સુશોભિત કરવામાં આવી છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લાના સુપ્રસિધ્ધ મોઢેરા સૂર્યમંદિરને તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યો છે. જયારે જિલ્લાની શાળાઓમાં પણ બહુવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details