Junagadh News: ભૂપેન્દ્ર પટેલની જૂનાગઢ મુલાકાત પૂર્વે આમ આદમી પાર્ટીના નેતાઓની કરવામાં આવી અટકાયત - Junagadh News
Published : Sep 28, 2023, 12:36 PM IST
જૂનાગઢ:મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢમાં લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યપ્રધાનના કાર્યક્રમનો કોઈપણ પ્રકારે વિરોધ ન થાય તેને ધ્યાને રાખીને જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલ, જૂનાગઢ શહેર પ્રમુખ તુષાર સોજીત્રા સહિત અનેક કાર્યકરોની આજે અટકાયત કરવામાં આવી હતી. અટકાયત વખતે રેશ્મા પટેલ અને તુષાર પટેલ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ જનાગઢ પોલીસે તમામ કાર્યકર્તાઓને પોલીસ હેડક્વાર્ટર ખાતે અટકાયત કરીને લઈ જવામાં આવ્યા છે. અટકાયત કરેલા તમામ નેતાઓને જૂનાગઢમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પોલીસ દ્વારા છોડી મૂકવામાં આવશે તેવી પણ શક્યતાઓ છે.