દાહોદમાં ભર બજારે ચપ્પુના ઘા મારી યુવકને પતાવી દીધો, લોકો જોતા જ રહી ગયા - દાહોદમાં હત્યા
દાહોદ શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા દેસાઈવાડ પાસે (Murder incident in Dahod )સમી સાંજે સાવ નજીવી બાબતે ઉપરા છાપરી ચાકુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. સામાન્ય રીતે ટ્રાફિક જામનો અકસ્માતનું નજીવું કારણ હત્યા માટે દર્શાવાઈ રહ્યું છે. પ્રત્યક્ષ દર્શિયો અને ઘટના સ્થળે ઉમટી પડેલા લોકએ આ હત્યા ટાર્ગેટ કિલિંગ હોવાનું(Murder in Dahod) કે કોઈ અદાવતે થયાં હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. પોલીસ માટે પણ આ હત્યા સોપારી લઈને કરાઈ કે કેમ.? તે ઘનિષ્ટ તપાસનો વિષય બની છે. જોકે પોલીસે CCTV ફૂટેજ મળી આવેલો બાઈક નંબરના આધારેતપાસ હાથ ધરી છે. લોકોથી ધમધમતા વિસ્તારમાં બનેલી હત્યાની ઘટના શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST