સિંહના શિકારનો અદભુત વિડીયો આવ્યો સામે, ગૌચરમાં ગાયનો શિકાર કરતો વનરાજ - A wonderful video of lion hunting came out
Published : Dec 21, 2023, 3:54 PM IST
જૂનાગઢ : ગીરના જંગલનો એક અદ્દભુત વિડીયો સામે આવ્યો છે. સિંહ કોઈ પણ પશુનો શિકાર કરે તો તેને એક મોટી ઘટના ગણવામાં આવે છે. ગીર જંગલના ગૌચરમાં ચારો ખાઈ રહેલી ત્રણ ગાયો પૈકી એક ગાયનો સફળ શિકારીની માફક શિકાર કરીને જંગલમાં લઈ ગયો હતો. સિંહના શિકારની આ ઘટના કેમેરામાં આબાદ ઝડપાઈ ગઈ છે. જંગલ વિસ્તારના વીડિયોમાં કેટલાક વ્યક્તિઓનો અવાજ પણ સંભળાય રહ્યો છે. જે વ્યક્તિઓ ગાયને સાવચેત કરી રહ્યા હતા, પરંતુ ચારો ખાવામાં અલમસ્ત બનેલી ત્રણ ગાયો પૈકી એક ગાય સિંહનો આસાન શિકાર બની હતી. આ જંગલ વિસ્તારમાં અવાર નવાર આવા જંગલી પ્રાણીઓ અનેક પશુંઓનો શિકાર કરતા નજરે પડતા હોય છે.