ગુજરાત

gujarat

ETV Bharat / videos

ચાલું બસમાં જ મહિલાએ બાળકને જન્મ આપી દીધો, દેવદૂત બનીને આવી આ મહિલા - punjab Health Department

By

Published : May 28, 2022, 9:48 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

ફગવાડા: કહેવાય છે કે જન્મ અને મૃત્યુ ભગવાનના હાથમાં છે અને જન્મ અને મૃત્યુનું સ્થળ ભગવાન જ નક્કી કરે છે. પંજાબના ફગવાડામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક ગર્ભવતી મહિલાએ બસમાં બાળકીને (Woman gives birth in Bus) જન્મ આપ્યો હતો. આ મહિલાની ઓળખ લુધિયાણાની રહેવાસી શિવાનીની (A Lady From Ludhiana) તરીકે થઈ હતી. જે જલંધરથી સરકારી બસમાં લુધિયાણા જઈ રહી હતી ત્યારે તે ગર્ભવતી હતી. તબીબોએ જણાવ્યું હતું કે, એમનો નવમો મહિનો ચાલી (Full Term Pregnancy) રહ્યો હતો. આ અંગે વાત કરતા પીઆરટીસી વિભાગના બસ કંડક્ટર અને સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે, મહિલાને જલંધરથી રસ્તામાં દુખાવો થવા લાગ્યો હતો. જ્યારે તે ફગવાડા બસ સ્ટેન્ડ પર પહોંચી ત્યારે તે બસમાં જ પેટ પકડીને આડી પડી ગઈ હતી. તેણે બસમાં જ બાળકને જન્મ આપી દીધો હતો. આ બસમાં આરોગ્ય વિભાગની એક મહિલા હતી. જેની મદદથી બસમાં જ મહિલાની ડિલિવરી થઈ હતી. પછી તાત્કાલિક સારવાર માટે એને સરકારી હોસ્પિટલ લઈ જવાઈ હતી. સિવિલ હોસ્પિટલના એસએમઓ ડૉ. કમલ કિશોરે કહ્યું કે, અહીં બાળકીને જન્મ આપનાર મહિલાનું નામ શિવાની છે અને તે લુધિયાણાની રહેવાસી છે. તેમણે કહ્યું કે સિવિલ હોસ્પિટલના સ્ટાફે મહિલા અને તેના બાળકની સારવાર શરૂ કરી હતી. હાલમાં બાળકી અને તેની માતા બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details