રસ્તા પરના ખાડાનો અનોખો વિરોધ, યુવાને સ્નાન કર્યું અને કપડાં પણ ધોયા - Protest for Potholes
મલપ્પુરમ: કેરળના પંડીકડમાંથી એક અનોખું કહી શકાય એવું વિરોધ પ્રદર્શન (Protest in Kerala Due to Potholes) સામે આવ્યું છે. જેમાં પંડીકડના ઓટમપેટ્ટાના રહેવાસીએ હમઝા પોર્લી (ઉ.વ.35) એ રસ્તા પરના ખાડાનો વિરોધ (Protest for Potholes) કરવા માટે અનોખો રસ્તો અપનાવ્યો હતો. તે રસ્તામાં પડેલા ખાડામાં ન્હાવા પડ્યો અને કપડાં પણ ધોયા (Washing Cloth in potholes on Road) હતા. કેરળમાં ભારે વરસાદથી રસ્તાઓ મગરમચ્છની પીઠ સમાન બની ગયા છે. એક યુવકે અલગ રીતે આ ખરાબ રસ્તાનો વિરોધ કર્યો છે. આ વિરોધ દરમિયાન ધારાસભ્ય એડ. યુએ લતીફ પણ વિરોધના સાક્ષી બન્યા હતા. ધારાસભ્યએ જવાબ આપ્યો કે રસ્તાઓની દયનીય સ્થિતિને ઉકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પંડિકડ નગરને જોડતા મંચેરી રોડ સિવાયના રસ્તાઓ પર મુસાફરી કરવી સંપૂર્ણપણે દયનીય છે. હાડકા તોડ ખાડાઓને કારણે અનેક વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદને કારણે ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે. સામાન્ય અકસ્માત બને છે. આ દરમિયાન અલગ-અલગ વિરોધ પ્રદર્શનો કરીને જાણીતા બનેલો હમઝા ફરીથી સક્રિય થયો છે. અઝહર મુહમ્મદ, નસીમ ઓટોમપાટા, શિનોજ પરિયારત અને ફરહાન કુટ્ટીપુલી પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST