A triple accident on Bhavnagar highway : ધોલેરા ભાવનગર હાઇવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત, 17 લોકો થયા ઇજાગ્રસ્ત
Published : Sep 7, 2023, 9:47 PM IST
|Updated : Sep 7, 2023, 9:52 PM IST
ભાવનગર :આજે જન્માષ્ઠમીના પાવન અવસર પર ધોલેરા ભાવનગર હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં હેબતપુર પાટિયા પાસે ટેન્કર અને ઇકોકાર તેમજ ટ્રાવેલ્સ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અંદાજિત 17 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ઇકોવાન દબાઈ જતાં ઇકો વાનમાં સવાર લોકો ફસાઇ ગયા હતા. ધોલેરા, પીપળી, ધંધુકા, નારી અને ફેદરા એમ પાંચ જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણકારી મળતા જ ધોલેરા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સ્થળ પર હાજર લોકોએ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદરુપ બન્યા હતા. હજુ સુધી હોસ્પિટલ માંથી કોઇ અશુભ સમાચાર સામે આવ્યા નથી.