સ્મૃતિવન ખાતે થઈ દીપોત્સવની વિશિષ્ટ ઉજવણી, જુઓ આહલાદક આકાશી દ્રશ્યો - કચ્છ
કચ્છ: 2001ના વિનાશકારી ભૂકંપમાં જેમણે પોતાનો જીવ ગુમાવ્યો એવા દિવંગતોની સ્મૃતિમાં ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ખાતે દીપોત્સવની વિશિષ્ટ ઉજવણી ધનતેરસના દિવસે કરવામાં આવી હતી. ધનતેરસની ઢળતી સાંજે અગિયાર હજાર કરતા વધુ દીવડાથી સ્મૃતિવન ઝળહળી ઉઠ્યું હતું. ફ્રેન્ડસ ગ્રુપના આ આયોજનમાં અન્ય સમાજો અને સંગઠનો તેમજ પ્રજાજનો પણ જોડાયા હતા. (A special Dipotsava celebration at the Smritivan )ફ્રેન્ડસ ગ્રુપના પ્રમુખ રાહુલ ગોરે જણાવ્યું હતું કે, "સ્મૃતિવન લોકાર્પણ થયા બાદની આ પ્રથમ દિવાળી યાદગાર રહે અને દિવાળીના દીવડાના ઝગમગાટની પરંપરા વધુ પ્રજવલ્લીત બને તેવા શુભઆશય સાથે આ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન કોઈ એક સંસ્થાનું નહિ પણ તમામ લોકોનું બને તે માટે અન્ય સમાજો અને સંગઠનોએ પણ આમાં ભાગ લીધો હતો."
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST