અમદાવાદમાં લૂંટ થવાનો સિલસિલો હજુ યથાવત, હોસ્પિટલનો કર્મચારી લૂંટાયો - Robberies in Ahmedabad
રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર શહેર પોલીસ એલર્ટ(Ahmedabad Police Alert) પર છે. તેવામાં કેટલીક સ્થાનિક પોલીસ હજુય ઊંઘમાં છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની(Ellisbridge Police Station) હદમાં લાખો રૂપિયાની લૂંટનો બનાવ(Incident of robbery of rupee) બનતા અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો છે. અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં એક ખાનગી હોસ્પિટલના(Private hospital in the Ellisbridge area) કર્મચારી નવરંગપુરા ખાતેની એક આંગડિયા પેઢીમાંથી રૂપિયા 12 લાખ 94 હજાર રોકડા લઈને પરત આવી રહ્યો હતો. તે સમયે અજાણ્યા વાહનચાલકોએ તેની સાથે અકસ્માત કરી અને તકરાર કરી હતી. માદલપુર ગામ પાસે આ સમય દરમ્યાન અન્ય એક બાઇક પર સવાર બે લોકોએ હોસ્પિટલના કર્મચારીના હાથમાંથી રૂપિયા ભરેલી બેગ છીનવીને નાસી છૂટયા હતા. આ બાબતને લઈને એલિસબ્રિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા હવે પોલીસ ઉંઘમાંથી ઉઠી દોડતી થઈ અને તપાસનું નાટક શરૂ કર્યું. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે. આરોપીઓની કોઈ ભાળ હજુ સુધી પોલીસને મળી નથી. ક્રાઇમ બ્રાન્ચ અને શહેર પોલીસ ગુનેગારો પર વોચ(Ahmedabad Police Watch) રાખી રહી હોવાની વાત ક્યાંક હવામાં ગોળીબાર જેવી લાગી રહી છે. જો હકીકતમાં રથયાત્રા પૂર્વે પોલીસ એક્ટિવ હોય તો આ બનાવ બનતા અટકી શકી હોય તેવો ગણગણાટ શરૂ થયો છે. એલિસબ્રિજની લૂંટની ઘટનામાં ચારથી પાંચ લોકો હોવાનું પોલીસ માની રહી છે. એક તરફ ખોટી નંબર પ્લેટ ફૂટેજમાં દેખાય છે. જેમાં લૂંટારુઓ(Robberies in Ahmedabad) હેલ્મેટ પહેરીને આવ્યા હોવાથી પોલીસના હાથ ટૂંકા પડી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST