ગુજરાત

gujarat

ETV Bharat / videos

દિપડાએ ગણતરીની સેકંડોમાં શિકાર કરી લીધો, જૂઓ વિડિયો

By

Published : Jun 1, 2022, 6:51 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

વડોદરાઃ વન્ય પ્રાણીઓ હવે ખોરાકની (Panther in Vadodara)શોધમાં માનવ વસ્તીમાં આવી જતાં હોવાની ગંભીર ઘટનાઓ રાજ્યના લગભગ તમામ જંગલોની આસપાસના વિસ્તારમાં સામાન્ય બની ગઈ છે. વડોદરા શહેરની નજીક આવેલા ઈંટોલા ગામમાં દિપડો દેખાતા ચકચાર મચી છે. મોડી રાત્રે એક સ્થાનિક ખેડૂતે હિંસક દિપડાને સીમમાંથી ( panther hunted a rabbit)પસાર થતા જોયો હતો. આ સમયે દિપડાએ સામેથી આવતા એક નિર્દોષ સસલાનો શિકાર કરતા આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થઈ હતી. ગાઢ જંગલમાં હિંસક પ્રાણીઓ દ્વારા થતાં શિકારના દ્રશ્યો જેવું જીવંત દ્રશ્ય વડોદરાના પાદરે ઈંટોલા ગામની સીમમાં કેમેરામાં કેદ થયું હતું. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. વડોદરા શહેર નજીક દીપડાની ઉપસ્થિતિ હાલ ચિંતાનો વિષય બની છે. દીપડો ક્યાંથી આવ્યો તે અંગે પણ વનવિભાગ તપાસ હાથ ધરશે તેવી ચર્ચા છે જોકે આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details