એક સિંહણ અને બે બાળ ગામમાં લટાર મારતા દેખાયા, જૂઓ વીડિયો - lion came to Ambardi
અમરેલીઃ સાવરકુંડલાના આંબરડી ગામે છેલ્લા 15 દિવસથી એક સિંહણ અને બે સિંહબાળ સાથે ધામા નાખ્યા છે. રોજ રાત્રે સિંહણ અને સિંહબાળ( Ambardi village in Savarkundla)સાથે શિકારની શોધમાં આંબરડી ગામમાં( lion came to Ambardi)આવી ચડે છે, અને ગામના પાદર કે શેરીઓમાં પશુઓનો શિકાર કરે છે. આજે વહેલી સવારે 3:30 વાગ્યા આસપાસ એક સિંહણ બે સિંહબાળ સાથે શિકાર માટે ગામના પાદરમાં આવતા CCTVમાં કેદ થયા હતા. આ અગાઉ પણ અનેકવાર ગામમાં શિકાર કર્યાની ઘટના બની રહી છે. સતત પંદર દિવસથી ગામમાં સિંહ આવી ચડી શિકાર કરતા સિંહ શોખીનોને રોજ સિંહ દર્શન કરવા મળી જતા " ઘેર બેઠા ગંગા" જેવો મોકો મળી રહ્યો છે. સિંહોના પડાવથી વન વિભાગ પણ સતર્ક બની નાઈટ પેટ્રોલીંગ કરી સિંહો પર વોચ રાખી રહ્યું છે. જેથી કરીને કોઈ બનાવ ન બને તે માટે વન વિભાગ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST